ગાંધીનગરવાસીઓ હવે કંટાળાને આઉટ કરવા અને મનોરંજનનો સિક્સ મારવા માટે તૈયાર છો ને! કારણ કે આવી રહી છે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ જે શહેરને રોમાંચ, મનોરંજન અને મિત્રતાના મેદાનમાં પરિવર્તિત કરશે. જેમાં ક્રિકેટ પ્રેમી ટીમો વચ્ચે યોજાશે ક્રિકેટની ટક્કર અને વિજેતા ટીમને સન્માનરૂપે GLPLની ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રીમિયર લીગ પરિણામ છે ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના પ્રયાસનું, જેને લીધે ગાંધીનગરવાસીઓ સાક્ષી બનશે એક અનોખા ક્રિકેટ ફીવરના. આ મનોરંજન અને રોમાંચભરી 10 ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં 1,222 ટીમો બેટ-બોલ વડે દેખાડશે જુસ્સો.
સ્પર્ધાની કક્ષા | સ્પર્ધાનો પ્રારંભ | સ્પર્ધાની પૂર્ણાહુતિ |
---|---|---|
વિધાનસભા કક્ષાનો રાઉન્ડ | 22 જાન્યુઆરી 2024 | 22 ફેબ્રુઆરી 2024 |
લોકસભા કક્ષાનો રાઉન્ડ | 23 ફેબ્રુઆરી 2024 | 25 ફેબ્રુઆરી 2024 |