ગાંધીનગર સાંસદ સાંસ્કૃતિક મહોત્સવએ આપણી સંસ્કૃતિને જાણવા અને માણવા માટે યોજાયેલો એક અદભૂત કાર્યક્રમ છે. આ મહોત્સવમાં લોકગીત, લોકનૃત્ય, લોક સંગીત, પશ્ચિમ નૃત્ય, ચિત્રકલા જેવી 20 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોથી લઈને યુવાઓ અને વડીલોને પણ તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. આ સ્પર્ધાને વિવિધ વયજૂથ હેઠળ વર્ગીકૃત કરવામાં આવી છે. જેમકે,
સ્પર્ધાની કક્ષા | સ્પર્ધાનો પ્રારંભ | સ્પર્ધાની પૂર્ણાહુતિ |
---|---|---|
શાળા કક્ષાનો રાઉન્ડ | 16 જાન્યુઆરી 2024 | 20 જાન્યુઆરી 2024 |
વિધાનસભા કક્ષાનો રાઉન્ડ | 23 જાન્યુઆરી 2024 | 29 જાન્યુઆરી 2024 |
લોકસભા કક્ષાનો રાઉન્ડ | 11 ફેબ્રુઆરી 2024 | 14 ફેબ્રુઆરી 2024 |